સુપ્રીમે યુપી સરકારને કર્યો સવાલ-હૈદરાબાદ એન્કાઉન્ટર કરતા વિકાસ દુબેનો કેસ અલગ કેવી રીતે?
સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં વિકાસ દુબે એન્કાઉન્ટર (Vikas Dubey Encounter) ની સીબીઆઈ, એનઆઈએ કે એસઆઈટી પાસે તપાસ કરાવનારી અરજીઓ પર આજે સુનાવણી થઈ. યુપી સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોતાનો જવાબ કોર્ટમાં દાખલ કર્યો અને વિકાસ દુબે એન્કાઉન્ટરને યોગ્ય ઠેરવ્યું છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ યુપી સરકારનો પક્ષ રજુ કરતા સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આ મામલે નિષ્પક્ષ તપાસ ચાલુ છે. વિકાસ દુબે 65 FIRવાળો કુખ્યાત ગેંગસ્ટર હતો જે હાલના દિવસોમાં પેરોલ પર બહાર હતો.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં વિકાસ દુબે એન્કાઉન્ટર (Vikas Dubey Encounter) ની સીબીઆઈ, એનઆઈએ કે એસઆઈટી પાસે તપાસ કરાવનારી અરજીઓ પર આજે સુનાવણી થઈ. યુપી સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોતાનો જવાબ કોર્ટમાં દાખલ કર્યો અને વિકાસ દુબે એન્કાઉન્ટરને યોગ્ય ઠેરવ્યું છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ યુપી સરકારનો પક્ષ રજુ કરતા સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આ મામલે નિષ્પક્ષ તપાસ ચાલુ છે. વિકાસ દુબે 65 FIRવાળો કુખ્યાત ગેંગસ્ટર હતો જે હાલના દિવસોમાં પેરોલ પર બહાર હતો.
Covaxin: દિલ્હી AIIMSમાં કોરોના રસીની આજથી હ્યુમન ટ્રાયલ, જાણો 5 મોટી વાતો
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બોબડેએ સોલિસિટર જનરલને પૂછ્યું કે વિકાસ દુબેનો કેસ હૈદરાબાદર એન્કાઉન્ટરથી અલગ કઈ રીતે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવી રાજ્યની જવાબદારી હોય છે. તમે અમને જણાવો કે વિકાસ દુબે શું હતો.
ત્યારબાદ ચીફ જસ્ટિસે પૂછ્યું કે વિકાસ દુબે એન્કાઉન્ટરની તપાસ માટે એક ન્યાયિક કમિટી બનાવવામાઆવી છે. શું યુપી સરકાર તેમાં સુપ્રીમ કોર્ટના એક પૂર્વ જજ અને રિટાયર્ડ પોલીસ અધિકારી જોડવા પર સહમત છે?
જેના પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તમને જે ઠીક લાગે તેમ. અત્રે જણાવવાનું કે અરજીકર્તાનું કહેવું છે કે વર્ષ 2017થી યુપીમાં 1700થી વધુ એન્કાઉન્ટર થયાં. અરજીકર્તાએ આ મામલાની સુપ્રીમ કોર્ટના જજની નિગરાણીમાં તપાસ કરાવવાની માગણી કરી છે.
કાનપુર હત્યાકાંડમાં જય બાજપેયી પણ સામેલ, પૂછપરછમાં કર્યાં અત્યંત ચોંકાવનારા ખુલાસા
સુનાવણી દરમિયાન યુપી ડીજીપી તરફથી વકીલ હરીશ સાલવેએ સુપ્રીમ કોર્ટમાં પક્ષ રજુ કર્યો. તેમણે કહ્યું કે વિકાસ દુબેના એન્કાઉન્ટરનો કેસ તેલંગણા એન્કાઉન્ટર કરતા અલગ છે. પોલીસકર્મીઓના પણ મૌલિક અધિકાર હોય છે. જ્યારે પોલીસ કુખ્યાત અપરાધી સાથે અથડામણ કરી રહી હોય તો શું તેના પર વધુ બળ પ્રયોગ કરવાનો આરોપ લાગી શકે છે વિકાસ દુબે પોલીસકર્મીઓનો હત્યારો હતો.
ગત 10 જુલાઈના રોજ કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્યાના મુખ્ય આરોપી વિકાસ દુબેને મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી કાનપુર લઈને આવતી વખતે યુપી પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ શહેરથી લગભગ 18 કિમી દૂર બારા પોલીસ સર્કલમાં ભૌતી પાસે અથડામણમાં ઠાર કર્યો હતો. વિકાસ દુબે રોડ દુર્ઘટનાનો ફાયદો ઉઠાવીને એક પોલીસકર્મીની પિસ્તોલ છીનવીને ભાગી રહ્યો હતો.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube